ડોન દાઉદની મિલકતની થઇ હરાજી,જાણો કોણે કેટલામાં ખરીદી સંપત્તિ

By : kavan 02:44 PM, 14 November 2017 | Updated : 02:44 PM, 14 November 2017

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની જપ્ત કરવામાં આવેલી સંપતિની આજે હરાજી કરવામાં આવી.જેને સૈફી બુરહાની અપલિફ્ટમેંટ ટ્રસ્ટે 9.5 કરોડમાં ખરીદી છે.

આ સંપતિઓમાં રોનક અફરો હોટલ, ડાંબરવાલા બિલ્ડિંગ અને શબનમ ગેસ્ટ હાઉસ સામેલ છે. આ પહેલા રોનક હોટલ માટે એક બાલાકૃષ્ણને 4 કરોડ 28 લાખની બોલી લગાવી હતી. પરંતુ તેઓ રકમ ભરી શયા નહોતા.

દાઉદની સંપતિની હરાજી ચર્ચગેટના IMC બિલ્ડિંગમાં સ્થિત કિલાચંદ કોંફ્રેંસ રૂમમાં સવારે 10થી 12 કલાક વચ્ચે થઇ હતી. દાઉદની કાર ખરીદીને તેને આગ લગાવનારા સ્વામી ચક્રપાણી આ હરાજીમાં જઇને સંપતિ ખરીદવાની તૈયારીમાં હતા. જો કે તેમને તેમાં સફળતા મળી નહીં.

ઉલ્લેખનીય છે કે દાઉદની આ મિલકતો પર સરકાર સકંજો કસવાનો પ્રયાસ કરતા લોકોના મગજમાં ડોનનો જે ભય છે તે ઓછો કરવાનો છે. આ પહેલા સ્વામી ચક્રપાણિએ દાઇદની એક કારની હરાજીમાંથી ખરીદી કરી તેને સળગાવી હતી. અને આ ઘટના બાદ સ્વામીને જાનથી મારી નાંખવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

 
Recent Story

Popular Story