થોડા સમય પહેલા આવેલ બ્લુ વહેલ ગેમે આખા વિશ્વમાં તરખાટ મચાવી દીધો હતો. આ ગેમના કારણે કેટલાય આશાસ્પદ લોકોયે પોતાની જીંદગી ગુમાવી દીધી. જોકે થોડા સમયમાં ભારતમાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ઘટમનાને હજુ થોડો સમય પણ નથી થયો ત્યાં વધુ એક એવી ગેમ માર્કેટમાં આવી ચુકી છે. તેનુ નામ છે. "ડેર એન્ડ બ્રેવ".
ઉલ્લેખનીય છે કે આ ગેમ રમનારને અંદરોઅંદર કેટલાક ટાસ્ક પુરા કરવા માટે આપવામાં આવે છે. આ ગેમ આજે ભારતમાં પણ પગ પેસારો કરી ચુકી છે. આ ગેમ રમનારને સ્ટેપ બાય સ્ટેપ કામ સોંપવામાં આવે છે. જો તે ટાસ્ક પુરા ના થાય તો તે વ્યક્તિને પોતાની NUDE તસ્વીર શેર કરવી પડે છે. આ ગેમની શરૂઆત US માં થઈ છે. ઓગસ્ટમાં આ ટ્રેંડ કરવા લાગ્યો હતો પણ બ્લૂ વ્હેલ ગેમની ચર્ચાના કારણે આ ગેમ બહાર ના આવી શકી. આ ગેમ યંગસ્ટર્સના ક્લોઝ ગ્રુપમાં માત્ર ઈનવિટેશ પર ખોલવામાં આવે છે.
ગ્રુપમાં રમાતી ગેમને કારણે જે વ્યક્તિ હારે તેણે પોતાની નગ્ન તસ્વીરો શેર કરવી પડે છે. જો કે આ ગેમ પર પણ સરકાર બેન લગાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.