ભરૂચ: GIDCમાં સ્થાનિક લેન્ડ લુઝર્સને નોકરી આપવાના મુદ્દે રહીશોએ કર્યું ચક્કાજામ

By : KiranMehta 10:58 PM, 10 October 2017 | Updated : 10:58 PM, 10 October 2017
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ GIDCમાં સ્થાનિક લેન્ડ લુઝર્સને નોકરી આપવાના મુદ્દે આસપાસના રહીશોએ ભારે ચક્કાજામ કર્યું હતું અને સતત 5 કલાક થી વધુ સમય સુધી ચક્કાજામ કરાયું હતું. 

GIDCદ્વારા જયારે આ વિસ્તારની જમીનો સંપાદિત કરવામાં આવી ત્યારે સ્થાનિક ખેડૂતોને જમીનના બદલામાં નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ GIDC સ્થાપિત થયા બાદ અનેક ઉદ્યોગો પણ સ્થપાયા પરંતુ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ઉદ્યોગો દ્વારા ઠાગા ઠૈયા કરાતા આજરોજ સ્થાનિક રહીશોએ હલ્લો બોલાવ્યો હતો. Recent Story

Popular Story