નાની ઉંમરમાં સંબંધ બાંધવો બની શકે છે છોકરી માટે ખતરનાક

By : krupamehta 04:27 PM, 12 October 2017 | Updated : 04:29 PM, 12 October 2017
તાજેતરમાં જ થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દેશમાં આશરે 45 ટકા નાની છોકરીઓના બોયફ્રેન્ડ હોય છે અથવા એમના બાળ લગ્ન કરાવી દેવામાં આવ્યા હોય છે. આટલી નાની ઉંમરમાં સાચી જાણકારી ના હોવાને કારણે છોકરીઓ શારીરિક સંબંધ બાંધી લે છે. સ્ત્રી રોગ વિશેષજ્ઞોના અનુસાર 18 વર્ષથી નાની ઉંમરમાં સંબંધ બાંધવો અને ગર્ભપાત કરાવો ગેકકાયદે છે. આ ઉપરાંત એનાથી છોકરીના જીવને પણ જોખમ થઇ શકે છે. 

નાની ઉંમરમાં ગર્ભપાત કરાવાથી છોકરીનો જીવ જઇ શકે છે. 18 વર્ષથી નાની ઉંમરમાં છોકરીઓનું શરીર આ જવાબદારી ઉઠાવવા તૈયાર થતું નથી. 

નાની ઉંમરમાં છોકરીઓ યૌન સંબંધ બાંધવા માટે શારીરિક સાથે સાથે માનસિક રીતે તૈયાર હોતી નથી, આ ઉપરાંત વધારે લોહીનો પ્રવાહ થવાથી એમના જીવને પણ જોખમ રહે છે. 

નાની છોકરીઓને ઇન્ફેક્શનનો ડર સૌથી વધારે હોય છે. કોઇ પણ છોકરી સાથે નાની ઉંમરમાં યૌન સંબંધ બનાવવાની અસર એમના શારીરિક વિકાસને રોકે છે સાથે એનાથી એચઆઇવી એડ્સ અને કેટલીક અન્ય બીમારીઓનો ડર પણ રહે છે. 

સાચી જાણકારી ના હોવાને કારણે છોકરીઓ પોતાની મરજીથી સંબંધ બાંધી લે છે. કેટલીક વખત તો છોકરી પોતે કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થયા બાદ પણ એ વાતને છુપાવી લે છે. એવામાં વાત આગળ વધી ગયા બાદ  છોકરીઓની શારીરિકની સાથે સાથે માનસિક સ્થિતિ પણ બગડે છે. 

છોકરીઓને ખબર ના હોવાને કારણે એ એમના માતા પિતાથી છુપાઇને પગલા ભરે છે. એટલા માટે પેરેન્ટ્સને પોતાની જવાબદારી ઉઠાવતાં બાળકોને સારા અને ખરાબ ટચ માટે જણાવું જોઇએ. Recent Story

Popular Story