મુંદ્રા કસ્ટમમાં વધુ એક ભ્રષ્ટાચારની ઘટના, લાંચીયા કસ્ટમના 3 અધિકારીઓ ઝડપાયા

By : HirenJoshi 12:12 PM, 09 October 2017 | Updated : 12:12 PM, 09 October 2017
કચ્છઃ મુંદ્વા કસ્ટમમાંથી વધુ એક ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે. જામનગર DRIની ટીમે કસ્ટમના લાંચિયા 3 અધિકારીઓને ઝડપી પાડ્યા છે. મુંદ્વા કસ્ટમના 3 અધિકારી અને 1 એજન્ટને વધુ એક લાંચ કેસમાં ગાંધીધામ DRIએ ઝડપી પાડયા છે. DRIએ કસ્ટમના કસ્ટમ સુપ્રીડેન્ટેડ એમ.લોકનાથન, અમીત દાશ અને પ્રીવેન્ટીવ ઓફિસર ગૌરવ કુમારની DRIએ ધરપકડ કરી છે.

કસ્ટમના અધિકારીઓ વિરૂદ્વ આર્થીક ફાયદા માટે ખોટા ડોકયુમેન્ટ ઉભા કરવા, ખોટા એકઝામીનેશન કરવા સહિતની ફરીયાદ નોંધી હતી. ત્યાર બાદ મોડી રાત્રે ભુજ ન્યાયાધીશના ઘરે રજૂ કરાયા હતા. અને કોર્ટે તમામને જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા ચાઇનાથી આવેલા એક મોબાઇલ એસેસરીઝનો કન્સાઇનમેન્ટ મુંદ્રા બંદરે આવી પહોંચ્યુ હતુ.

જેની યોગ્ય તપાસ કર્યા વગર કસ્ટમ અધિકારીઓએ મુંબઈની કિસ્ટર્ન ટ્રેડર્સ કંપનીએ મંગાવેલ કંસાઈનમેન્ટની 4.31 કરોડની કિંમતની વસ્તુની 14.31 લાખ કિંમત દર્શાવી એકઝામીનેશન કરી આર્થીક ફાયદા માટે ખોટા ડોકયુમેન્ટ ઉભા કરવા ખોટુ એકઝામીનેશન આપીને ઓલ ક્લીયરન્સ આપી દેવાયુ હતુ. જે અંગે DRI દ્વારા તપાસ હાથ ધરાતા કસ્ટમના અધિકારીઓએ આર્થીક વિશેષ લાભ મેળવવા આ કાર્ય કરાયુ હોવાનું સ્પષ્ટ થયું.



Recent Story

Popular Story