ભાજપના ઉમેદવારે કર્યું ભડકાઉ ભાષણ, કહ્યું- ડરવા નહીં ડરાવવા આવ્યો છું, ચમકલા બંધ કરો નહીંતર...

By : HirenJoshi 11:39 AM, 07 December 2017 | Updated : 11:39 AM, 07 December 2017
વડોદરાઃ ડભોઇમાં ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ વિવાદાસ્પદ ભાષણ કર્યુ છે. સોશિયલ મીડિયામાં શૈલેષ મહેતાના વિવાદીત ભાષણનો વીડિયો વાયરલ થયો છે. શૈલેષ મહેતાએ એકસમાજને લઇને ભડકાઉ ભાષણ કર્યુ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જયાં ભાષણમાં કહ્યું હતું કે ડરવા નહી ડરાવવા આવ્યો છું, આવો ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે ચૂંટણીપંચે મૌન સેવ્યું છે. 

તેમણે કહ્યું કે, મને ઘણાં આગેવાનો દ્વારા આવું ભાષણ આપવા માટે રોકવા કહ્યું હતું. પરંતુ 90 ટકા લોકો મારી સાથે હોઇ તો મારે 10 ટકા લોકોથી શું ડરવાનું? જે કોમ માટે જનમ્યા એ માટે બોલવાનું નહીં? હું મારી કોમ માટે પણ લડીશ.

જે ચમકલાઓ કરે છે તેમને ચમકલા બંધ કરવા પડશે નહીતર ઇંટનો જવાબ પત્થરથી મળશે. તડીપાર અને અસામાજિક તત્વોને ડરાવવા આવ્યો છું અને તેમને ડરવું જ જોઇએ.

સાંભળો શું કહ્યું ભાજપના ઉમેદવારે...
 Recent Story

Popular Story