14 જાન્યુઆરી આ વસ્તુનું સેવન કરવાથી એક વર્ષ સુધી જોવા મળશે ચમત્કારી પ્રભાવ

By : juhiparikh 12:21 PM, 11 January 2018 | Updated : 12:21 PM, 11 January 2018
જ્યોતિષના અનુસાર, મકરસક્રાંતિના દિવસે સૂર્ય ઘન રાશિથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.  આ દિવસે શુભ ફેળ પ્રાપ્ત કરવા માટે દાન અને સ્નાન કરવાની પરંપરા છે.

આમ તો, આ વખતે મકરસક્રાંતિના દિવસે પંચાગના ભેદ સામે આવ્યા છે. કેટલાક પંચાંગમાં સૂર્યની રાશિ પરિવર્તન 14 જાન્યુઆરી બપોરે 2 વાગ્યા પછી થશે, જ્યારે કેટલાક પંચાગમાં રાતે 8 વાગ્યા પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. જોકે મોટેભાગાના પંચાગમાં 14 જાન્યુઆરી એ જ મકર સક્રાંતિ ઉજવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

મકરસક્રાંતિના દિવસે જો તમે શુભ કામ કરશો તો દુર્ભાગ્યથી છુટકારો મળશે. જાણો 5 એવા કામ, જે મકરસક્રાંતિના દિવસે જરૂર કરવા જોઇએ...

તલના તેલની શરીર પર માલિશ કરો અથવા તો તલની પેસ્ટને શરીર પર લગાવીને સ્નાન કરો. આમ કરવાથી સૂર્યના પ્રભાવને કારણે મનુષ્યનો ખરાબ સમય દૂર થઇ જાય છે અને માન-સન્માન વધે છે.

આ દિવસે ઘરમાં તલનું હવન કરવું જોઇએ. તલનું હવન કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો પ્રભાવ વધે છે. સાથે જ કોઇ પણ પ્રકારની નકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરતી નથી.

આ દિવસે સૂર્યની પૂજા કરવી જોઇએ. મકરસક્રાંતિના દિવસે પાણીના તલ નાખીને સૂર્ય દેવની ચઢાવવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

મકરસક્રાંતિના દિવસે ખાસ કરીને તલમાંથી બનેલા વ્યજંનોનું સેવન કરવું જોઇએ. આ વ્યજંનોના સેવનથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂરી કરે છે.

આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ખાસ કરીને ગાય અને ગરીબોને દાન કરવું જોઇએ. આ સાથે તલમાંથી બનેલા વ્યંજનો અને મીઠાઇઓ આ દિવસે વિશેષ રૂપથી દાન કરવા જોઇએ.Recent Story

Popular Story