ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ગઇ છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા પોત-પોતાની રીતે સોગઠા ગોઠવવામાં મગ્ન બન્યા છે તથા વિવિધ વિસ્તારોમાં પક્ષના પીઢ નેતાઓ ચુંટણી આવતા જ જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધા છે.
ગુજરાતના સત્તાધારી પક્ષ દ્વારા મતદારોને રીઝવવામાં ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાત ભાજપ દ્વારા2યાદીમાં મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા હતા.
ભાજપ દ્વારા પહેલી યાદીમાં70 ઉમેદવાર જાહેર કર્યા હતા તથા ત્યારબાદ ગત મોડી રાતે ભાજપે36 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલીક સીટો માટે પોતાનાં 77 ઉમેદવારો જાહેર કરી દેવાયા છે.