કોંગ્રેસના ધારાસભ્યો ભુખ હડતાળ પર, ટેકાના ભાવે ખરીદી બંધ કરાતા રોષ

By : HirenJoshi 03:40 PM, 13 February 2018 | Updated : 03:40 PM, 13 February 2018
ગીર સોમનાથઃ જિલ્લાના કોંગ્રેસના 3 ધારાસભ્યો ભુખ હડતાળ પર બેઠા છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ કરાતા તેઓએ આંદોલન શરૂ કર્યુ છે. ધારાસભ્યો મગફળીની ખરીદી ચાલુ કરવાની માગ સાથે ભૂખ હડતાળ શરૂ કરી છે. ધારાસભ્યોએ માગ કરી છે કે વહેલી તકે મગફળીની ખરીદી માટે કેન્દ્રોની શરૂઆત કરવા માગ કરી છે. આ આંદોલનમાં ધારાસભ્ય ભગવાન બારડ, પૂંજા વંશ, મોહન વાળા અને આંદોલનકારી પ્રવિણ રામનો સમાવેશ થાય છે. ધારાસભ્યોએ ચિમકી આપી છે કે જ્યાં સુધી સમસ્યાનું સામાધાન નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે.

કોંગી ધારાસભ્યોના કેહવા મુજબ એક મહિનાના વધુ સમયથી મગફળી કેન્દ્રો સરકારે બંધ કરી દીધા છે. અનેક વખત રજૂઆતો કરાય છે અને આવેદન પત્રો પાઠવ્યા છે જેમાં યોગ્ય નિર્ણય નહીં તો આંદોલનનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે માંગ ન સંતોષતા મંગળવારે ગીર સોમનાથના ઇણાજ કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો ભૂખ હડતાળ પર બેઠા છે. ત્યારે બીજી તરફ આંદોલન કરી પ્રવીણ રામ પણ ધારાસભ્યો અને ખેડૂતોના આંદોલનમાં જોડાયા છે. પ્રવીણ રામે અને કોંગી ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે વહેલી તકે મગફળી કેન્દ્રો શરૂ નહીં કરાય તો આંદોલન ને વધારે ઉગ્ર બનાવી રાજ્ય વ્યાપી બનાવીશું.

કોંગ્રેસી ધારાસભ્યો સાથે અનેક ગામના ખેડૂતો પણ ભૂખ હડતાળમાં જોડાયા છે. ખેડૂતોના કેહવા મુજબ દિવાળી સમયની મગફળી પોતાના ઘરમાં પડી છે. ટેકાના ભાવે મગફળી વહેંચવા ખેડૂતોએ લાંબા સમયથી નોંધણી કરાવાઈ છે. પરંતુ સરકારે એકાએક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો બન્ધ કરી દેતા ખેડૂતમાં કાળોકેર વ્યાપ્યો છે. ખેડૂતોને મજબૂરી વર્ષ સસ્તા ભાવે મગફળી વહેંચવા મજબુર બન્યા છે.

ગીર સોમનાથ કલેકટોર કચેરી ખાતે જિલ્લાની ચારેય વિધાનસભાના ધારાસભ્યો ભૂખ હડતાળ પર બેસવાના હતા. પરંતુ વેરાવળ કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા ભૂખ હડતાળમાં બપોર સુધી ન જોડાતા ચર્ચાનો વિષય બન્યા હતા. બીજી તરફ તંત્ર દ્વારા ધારાસભ્યોને ભૂખ હડતાળ કરવાની કે ધરણાની પરમિશન આપવામાં આવી નથી. જેથી તમામ ધારાસભ્યોની પોલીસ અટકાયત કરે તેવા ભણકારા વાગી રહયા છે.Recent Story

Popular Story