16મી જાન્યુઆરીએ પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યની બેઠક

By : krupamehta 06:45 PM, 12 January 2018 | Updated : 06:45 PM, 12 January 2018
ગાંધીનગર: વિધાનસભા સત્ર પહેલા આગામી 16 જાન્યુઆરીના કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળવા જઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસની વ્યૂહરચના શું હશે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક ધારાસભ્યની શું ભૂમિકા હશે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

નોંધનીય છે કે આ વખતે યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ,અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી હારનો સામનો કરવો પડતા વિધાનસભામાં નેતૃત્વ કરી શકે તેવા કોઈ નેતા રહ્યા નહોતા. જ્યારે પરેશ ધાનાણી સર્વસ્વિકૃત વ્યક્તિત્વ ધરાવે છે. જેથી તેમની પસંદગી કરવામાં આવી હોય તેવું મનાઇ રહ્યું છે.Recent Story

Popular Story