રાહુલના અધ્યક્ષ બનાવાથી કોંગ્રેસ મુક્ત ભારત સરળ બનશેઃ CM યોગી

By : HirenJoshi 03:19 PM, 07 December 2017 | Updated : 03:22 PM, 07 December 2017
રાજકોટઃ આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રવાસ માટે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન યોગી આદિત્યનાથે રાજકોટમાં સભા સંબોધી હતી. સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

આ સભા સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યુ કે, આખી દુનિયા ગુજરાતના મોડેલને સ્વીકારે છે પરંતુ કોંગ્રેસને ગુજરાતનો વિકાસ દેખાતો નથી. ત્યાર બાદ તેમણે કહ્યુ કે, ગાંધીએ કોંગ્રેસને વિસર્જન કરવા માટે કહ્યુ હતું.

ત્યારે હવે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો ભારત કોંગ્રેસ મુક્ત બનશે. કોંગ્રેસના ગઢ એવા ગણાતા અમેઠીમાં પણ કોંગ્રેસની હાર થઈ છે. જ્યારે હિમાચલમાં પણ કોંગ્રેસ ઝીરોના સ્થાને છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ ઝીરો જ આવશે. Recent Story

Popular Story