વડાપ્રધાનનાં ઇશારે ચુંટણીની તારીખો ટળી: કોંગ્રેસ ધૂંવાપૂંઆ

By : krutarth 09:43 PM, 12 October 2017 | Updated : 09:48 PM, 12 October 2017
નવી દિલ્હી : ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત નહી કરવા અંગે કોંગ્રેસ પાર્ટીની તરફથી તીખી પ્રતિક્રિયા સામે આવે છે. આ અંગે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ઇશારે થઇ રહ્યું છે. કારણ કે વડાપ્રધાન 16 ઓક્ટોબર ગુજરાત જવાનાં છે. જો કેચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે ગુજરાત ચૂંટણીની ડેટની જાહેરાત નહી થવા પાછળનું કારણ વડાપ્રધાન મોદીની મુલાકાત છે. 

જો કે પંચે તે પણ સ્પષ્ટ કર્યું કે હિમાચલ પ્રદેશનાં વોટોની ગણત્રી ગુજરાતની ગણત્રી સાથે જ થશે. એટલે કે ગુજરાતમાં 18 ડિસેમ્બર પહેલા ચૂંટણી પુરી થઇ જશે. આ મુદ્દે રાજનીતિ ચાલુ થઇ ચુકી છે. કોંગ્રેસે આોપ લગાવ્યો છેકે ચૂંટણી પંચે એવું વડાપ્રધાનનાં કહેવાથી કર્યું છે. 

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે જો કે વડાપ્રધાન 16 ઓક્ટોબરે ત્યાં જઇ રહ્યા છે અને જો ચૂંટણીની તારીખ જાહેર થઇ જાય તો પછી આચાર સંહિતા લાગુ થઇ જાય. તેમણે કહ્યું કે ચૂંટણી પંચને આ મુદ્દે દેશને જવાબ આપવાની જરૂર છે. આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશ્નર અચલ કુમાર જ્યોતીએ કહ્યું કે, આ નિર્ણય પાછળ વડાપ્રધાન મોદી સાથે     કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે કોર્ટે પણ કહ્યું છે કે લાંબા સમય સુધી આચાર સંહિતા કોઇ એક રાજ્યમાં લાગુ ન રહે. Recent Story

Popular Story