તો હવે દિવસમાં નહી દેખાય આ એડ, સની લિયોનીને કારણે લેવામાં આવ્યો આ નિર્ણય

By : juhiparikh 04:16 PM, 07 December 2017 | Updated : 04:16 PM, 07 December 2017

એડવરટાઇઝિંગ સ્ટેન્ડર્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે જલ્દીથી કોન્ડમની એડ માત્ર રાતે જ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ નિર્ણય સની લિયોનીની કોન્ડમ એડની વિરુદ્ઘ થયેલા ફરિયાદ પછી લેવામાં આવ્યો છે. એટલે કે  હવે આ પ્રકારની એડ દિવસમાં નહી બતાવવામાં આવે. એડવરટાઇઝિંગ સ્ટેન્ડર્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા(ASCI)ના આ નિર્ણય વિશે એક રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે ટૂંક સમયમાં કોન્ડોમની એડ રાતે 10 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા જ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ કોન્ડોમ એડની વિરુદ્ઘ પહેલી ફરિયાદ નથી પરંતુ આ પહેલા પણ આ પ્રકારની એડને ટેલિકાસ્ટ ન કરવાની માંગ માટેની ફરિયાદ થઇ છે.

ઘણી ફરિયાદો જોઇને ASCI કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ વિશે જણાવતા લખ્યુ કે ,''અમારું સૂચન છે કે મંત્રાલય તમામ ટેલિવિઝન ચેનલ્સને આદેશ આપે કે કોન્ડમની એડ રાતે 10 વાગ્યાથી પછી અને સવારે 6 વાગ્યા પહેલા જ ટેલિકાસ્ટ કરે. કેમકે આ પ્રકારની એડ માત્ર એડલ્ટ્સ માટે જ બનાવવામાં આવી હોય છે.''

કહેવાય છે કે, મહારાશષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે ASCIને આ ફરિયાદ પર સમીક્ષા કરવા માટે કહ્યુ હતુ. તમને જણાવી દઇએ કેસ કેટલાક દિવસો પહેલા સલમાન ખાને પણ બિગ બૉસ 11માં કોન્ડમની એડ બતાવવા પર આપત્તિ જતાવી હતા. સલમાન ખાનને કહેવું છે કે, ''તેના શોને બાળકોથી લઇને તમામ પ્રકારના લોકો જોવાનું પસંદ કરે છે. જે કારણથી આ પ્રકારની એડ ન બતાવવી જોઇએ.''
Recent Story

Popular Story