રાજ્ય બન્યું ઠંડુંગાર: કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડ્યો, 7.8 ડિગ્રી તાપમાન નોંધાયો

By : krupamehta 11:51 AM, 23 November 2017 | Updated : 02:38 PM, 23 November 2017
કચ્છ: ગુજરાતની સાથો-સાથ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીનો માહોલ મછવાયો હતો. 

ઠંડીના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને ઘરની બહાર નીકળ્યા હતા અને લોકો તાપણા કરીને ઠંડીથી બચવાના પ્રયાસ કર્યા હતા. કચ્છ નલીયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાતા કચ્છમા કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ભુજનુ લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી છે. જયારે રાજકોટ કંડલા એરપોર્ટ, ડીસામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. 

નોંધનીય છે કે શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નલિયા શહેર રાજ્યનું ઠંડુ મથક બન્યું છે. ચાલુ વર્ષે સિઝનનો સૌથી નીચું તાપમાન નોંધાયું છે. Recent Story

Popular Story