CM રૂપાણી દિલ્હીની મુલાકાતે, PM મોદી અને અમિત શાહ સાથે કરશે બેઠક

By : HirenJoshi 10:06 AM, 13 February 2018 | Updated : 10:06 AM, 13 February 2018

ગાંધીનગરઃ CM વિજય રૂપાણી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરશે. અમિત શાહ સાથે તેઓ આંતરીક જૂથવાદ અને અસંતોષ ડામવાને લઇને ચર્ચા કરી શકે છે.

તો સાથે જ વિધાનસભામાં શરૂ થતાં બજેટસત્રને લઇને કોંગ્રેસને અંકુશમાં કેમ રાખવી તેની પણ ચર્ચા કરી શકે છે. બીજી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ CM રૂપાણીનો દિલ્હીનો આ પ્રથમ પ્રવાસ છે. ગઇ કાલે તેઓએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.



loading...

Recent Story

Popular Story