છોટાઉદેપુર: રૂ.300ના પગારે રખાયેલો રોજમદાર એવો બોગસ શિક્ષક ઝડપાયો

By : KiranMehta 10:11 PM, 13 September 2017 | Updated : 10:11 PM, 13 September 2017
શિક્ષણની જવાબદારી જેના શિરે છે તેવા મુખ્ય શિક્ષકો તગડો પગાર મેળવીને પોતાની જવાબદારીનું પ્રામાણિકતાથી વહન કરતા નથી. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ઘોડા પ્રાથમિક શાળામાંથી રૂ.300ના પગારે રખાયેલો રોજમદાર એવો બોગસ શિક્ષક ઝડપાતાં શિક્ષણ અધિકારીએ તપાસ કરાવવાની ફરજ પડી  હતી. જો કે, શાળાનો મુખ્ય શિક્ષક રમેશ ગોસ્વામીએ પણ આ બાબતે કબૂલાત કરી હતી.
 
શિક્ષણનું સ્તર સતત કથળતું જાય છે તેવામાં આવો કિસ્સો પ્રકાશમાં આવવો વાલીઓમાં ચિંતામાં વધારો કરનારો બને છે. જાગૃત એવા ઘોડા ગામના સરપંચ આવી બેદરકારીને નહી ચલાવી લેવાનું જણાવી રહ્યા છે.
  • છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભાડૂતી શિક્ષક ઝડપાયો
  • નસવાડીના ઘોડા પ્રાથમિક શાળામાંથી ભાડૂતી શિક્ષક ઝડપાયો
  • રોજના 300 રૂ. પગારથી કરતો હતો કામ
  • મુખ્ય શિક્ષક રમેશ ગોસ્વામીએ ભાડેથી રાખ્યો હતો શિક્ષક
  • તપાસ અધિકારીએ કડક પગલાની આપી ખાતરીRecent Story

Popular Story