છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક પસાર થતી કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યું હતું.ડુમા ગામ પાસે પસાર થતી કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા.
કેનાલના બ્રિજ પરથી એક બાઈક અને યુવક-યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા.
આ બંનેની નજીકમાં જ પડેલી બેગ તપાસતા તેમાંથી યુવતીના ઘરેણાં અને ઓઢણી મળી આવી હતી.ઉલ્લેખનીય છે કે કેનાલમાં યુવક સાથે ઝંપલાવનાર સરસ્વતી નામની યુવતીના લગ્ન સપ્તાહ પહેલાં જ તાડિયા ગામના યુવક સાથે થયા હતા.તરવૈયાઓની છ કલાકની જહેમત બાદ પણ યુવક-યુવતી કેનાલમાંથી મળી આવ્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે યુવક અને યુવતી એક બીજાના પ્રેમ સબંધમાં હોવા છતાં યુવતીના લગ્ન અન્ય યુવક સાથે થતા પ્રેમમાં નિષ્ફળતા મળી હોવાને લઈ આ યુવક અને યુવતીએ કેનાલમાં જંપલાવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.