જુનાગઢમાં ચંદન ચોર ગેંગ સક્રિય, વનવિભાગની ટીમ પર હુમલો, 2 કર્મચારીઓને ઇજા

By : HirenJoshi 04:02 PM, 27 December 2017 | Updated : 04:02 PM, 27 December 2017
જૂનાગઢઃ ચંદનચોર ગેંગે વનવિભાગની ટીમ પર હુમલો કરી ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. હુમલો થતાં 2 કર્મચારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. ગીરનાર જંગલની દક્ષિણ રેન્જમાં આવેલ બીટના વીછુંદા રેન્જમાં ચંદનગેંગના 4 શખ્સો દ્વારા બે વૃક્ષ કાપવામાં આવતા હતા. તે દરમિયાન વનવિભાગ વૃક્ષોને કપાતા અટકાવવા જતા ગેંગે હુમલો કર્યો હતો. ચોર ગેંગના 4 શખ્સો હુમલો કરી ભાગી છુટયા હતા. 

મહત્વનું છે કે, વનવિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે ચંદનના 2 વૃક્ષના ટુકડા જોતાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ચંદનચોર ગેંગ સામે ચંદનના 2 વૃક્ષને કાપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જૂનાગઢ જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં ચંદનના વૃક્ષ હોવાથી ચંદન ગેંગની નજર હતી.

ચંદન ચોર ટોળકી છેલ્લા 15 દિવસથી કાર્યરત થઇ હતી. જેથી સતર્ક બનેલા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ 12 ડિસેમ્બરે ચંદનના 5 વૃક્ષો કાપી નાખ્યાની ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગને ઝડપી લેવા પેટ્રોલિંગ દરમિયાન ફરીથી ચંદનના વૃક્ષને કાપવાની ઘટના બની હતી. ગેંગને સકંજામાં લેવા વનવિભાગની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.Recent Story

Popular Story