જમ્મૂ-કાશ્મીરઃ ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, બે પાકિસ્તાની રેન્જર્સ ઠાર

By : HirenJoshi 11:39 PM, 21 February 2018 | Updated : 11:39 PM, 21 February 2018
શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરના તંગધાર સેક્ટરમાં નાપાક પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જોકે ભારતીય જવાનોએ નાપાક પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપતા બે પાકિસ્તાને ઠાર કર્યા છે.

સેનાના અધિકારીના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં બપોરના સમયે ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. જેનો ભારતીય જવાનોએ મુહતોડ જવાબ આપ્યો હતો.

આપને જણાવી દઈએ કે, ગત રોજ પણ નાપાક પાકિસ્તાને તંગધાર સેક્ટરમાં સેનાની ચોકીઓને નિશાન બનાવતા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.Recent Story

Popular Story