સુરતમાં ભંગારનાં ગોડાઉનમાં તસ્કરોનો આતંક, 3 લાખની ચોરી

By : admin 11:06 PM, 12 January 2018 | Updated : 11:13 PM, 12 January 2018
સુરતઃ તસ્કરોએ ફરી વધુ એક ચોરીને અંજામ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરતનાં પુણા આઈ માતા રોડ વિસ્તારમાં એક ભંગારનાં ગોડાઉનમાં તસ્કરો ખાબક્યા હતાં. ટેમ્પો સાથે ખાબકેલા આ તસ્કરોએ ગોડાઉનમાંથી ત્રણ લાખ રૂપિયાનાં ભંગારની ચોરીને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.

જો કે આ ગોડાઉનની સામેની સાઈડ પર લાગેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, ત્રણ શખ્સો ટેમ્પો લઈને આવે છે અને ગોડાઉનનું શટર તોડી તેમાંથી સામાનની ચોરી કરી ફરાર થઈ જાય છે. જો કે સમગ્ર ઘટનાનાં પગલે CCTVનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
Recent Story

Popular Story