સુરતઃ સુરતમાં પુર ઝડપે જઇ રહેલ કારના અકસ્માતની ઘટના બની છે. સુરતમાં આવેલા અઠવા લાઇન્સ વિસ્તારમાંથી પસાર થઇ રહેલ કાર રેલી તોડીને અચાનકજ ખાડામાં ખાબકી હતી. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી. કાર ચાલકને ફકત સામાન્ય ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ કાર જે ખાડામાં ખાબકી હતી તે ખાડો ડ્રેનેજ લાઇનના કામ માટે ખોદવામાં આવ્યો હતો.