કેલિફોર્નિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લોકોના મોત,બચાવ કાર્ય ચાલુ

By : kavan 11:22 AM, 12 January 2018 | Updated : 12:52 PM, 12 January 2018
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે.કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે.જેના કારણે 17 લોકોના મોત નિપજ્યા છે.જ્યારે 20થી વધુ લોકો લાપતા છે.તો મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

કેલિફોર્નિયામાં આવેલા વિનાશકારી પૂરના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં હજારો લોકો બેઘર થઈ ગયા છે.તો હજુ પણ અનેક લોકો લાપતા છે.તો બીજી બાજુ તંત્ર દ્વારા બચાવ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.તોફાનના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે.તો સુરક્ષા જવાનો હેલિકોપ્ટર દ્વારા મકાનની છત પર ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયામાં ગત માસે જંગલમાં આગ લાગી હોવાની ઘટના પણ બની હતી જેને કારણે કેટલાય વિસ્તારમાં ફેલાયેલ જંગલ બળીને ખાખ થઇ ગયા હતા.ત્યારે આ વખતે પુરના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે કેટલાય લોકો બેઘર થઇ ગયાં હતા.
 Recent Story

Popular Story