ઘરે હવાથી બનાવો વીજળી, 25 વર્ષ સુધી નહીં ભરવું પડે બીલ

By : krupamehta 01:07 PM, 11 October 2017 | Updated : 06:41 PM, 11 October 2017
નવી દિલ્હી: જો તમે સતત મોંઘી થતી વીજળીથી પરેશાન છો, તો હવે તમારી પાસે નવો વિકલ્પ છે. એમાં સોલર સિસ્ટમ જેવી કોઇ સમસ્યા પણ નથી. સોલર સિસ્ટમ સૂરજથી ચાલે છે. જો તડકો ના નિકળે તો આ કામ કરતું નથી. પરંતુ હવે હવાથી વીજળી બનાવવાની ટેકનીક એટલી એડવાન્સ થઇ ગઇ છે કે તમારા ઘરની દરેક જરૂરિયાતને આરામથી પૂરી કરવામાં આવી શકે છે. 

દર વર્ષે 1 લાખ રૂપિયાથી વધારે વીજળી મળશે ફ્રી માં 
આ વીજળી 24 કલાક સતત મળે છે. એક વખત સિસ્ટમ લગાવ્યા બાદ 20 થી 25 વર્ષ સુધી એનો આરામથી ઉપયોગ કરી શકાય છે. જો વીજળીનો ભાવ સરેરાશ 6 રૂપિયા યૂનિટ માનવામાં આવે તો દર વર્ષે 1 લાખ રૂપિયાથી વધારે વીજળી ફ્રી માં મળતી રહેશે. 

તો ચલો જણાવીએ એક એન્જીનિયરીંગ કંપનીએ એવું તો કેવું ઉપકરણ બનાવ્યું છે. 

આ કંપનીએ ઘરમાં  લગાવવા લાયક વિંડ ટર્બાઇન સિસ્ટમ તૈયાર કર્યું છે. એને એક વખત લગાવ્યા બાદ 20 થી 25 વર્ષ સુધી આરામથી વીજળી લઇ શકાય છે. કંપનીની એક બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસરે જણાવ્યું કે જો 2 કિલોવોટનો વિંડ ટર્બાઇન સિસ્ટમ ઘરમાં લગાવવા ઇચ્છો છો કો એની કિંમત 2 લાખ રૂપિયા થાય છે. એનાથી સતત 24 કલાક 2 કિલોવોટ વીજળી બને છે. 

વિંડ ટર્બાઇન સિસ્ટમ સતત 2 કિલોવોટ વીજળી બનાવે છે. એટલા માટે ઘરમાં વીજળીનું કયું ઉપકરણ કેટલી વીજળી ખર્ચ કરે છે એ જાણવું જરૂરી છે. જેનાથી જાણી શકાય કે કેટલા ઉપકરણ એક વખતમાં ચલાવી શકાય છે. જેમ કે સામાન્ય રીતે 1.5 ટનનું એસી આશરે 1500 વોટ વીજળી ખર્ચ કરે છે. એવામાં જો 1.5 ટનનું એસી ચલાવી રહ્યા છો તો એની સાથે પ્રેસ ચલાવશો નહીં, કારણ કે એ આશરે 150 વોટ વીજળી ખર્ચ કરે છે. આ બંનેનો લોડ એક સાથે મળીને 2000 વોટથખી વધારે થઇ જાય છે. 

આ વિંડ ટર્બાઇન સિસ્ટમથી રોજ આશરે 48 યૂનિટ વીજળી મળશે. આ પ્રકારે એક મહિનામાં 1440 યૂનિટ અને વર્ષમાં 17280 યૂનિટ વીજળી મળશે. 6 રૂપિયા યૂનિટના હિસાબથી જો એને જોડવામાં આવે તો આ 1 લાખ રૂપિયાથી વધારે થાય છે. આ વિંડ ટર્બાઇન સિસ્ટમ 2 લાખ રૂપિયામાં લગાડી શકાય છે. આ જ પ્રકારે બે વર્ષમાં જ એનો ખર્ચ નિકળશે અને આગળના 18 થી 23 વર્ષ સુધી આ વીજળી ફ્રી માં આપે છે. Recent Story

Popular Story