રાજકીય તાકાતનો ટેસ્ટ, રાજ્યસભામાં રાજીનામુ આપ્યા બાદ માયાવતીની પ્રથમ રેલી

By : KiranMehta 07:54 PM, 13 September 2017 | Updated : 07:54 PM, 13 September 2017
બીએસપીના પ્રમુખ માયાવતી પોતાની રાજકીય તાકાતનો ટેસ્ટ લેવા માટે રેલી કરવા જઇ રહી છે. રાજ્યસભામાં રાજીનામું આપ્યા બાદ માયાવતી 18 સપ્ટેમ્બરે પોતાની પ્રથમ રેલી મેર"માં કરવા જઇ રહી છે. 

BSP આ રેલીમાં ભીડ એકત્ર કરીને વિરોધી દળોને પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને આ માટે માયાવતીએ પોતાના મજબૂત ગઢ ગણાતા પશ્ચિમ ઉાર પ્રદેશને પસંદ કર્યું છે. આ રેલીમાં મેર" અને સહારનપુર મંડળના લોકો પણ સામેલ થવાના છે. 

માયાવતી જાણે છે કે, તેની આ રેલી પર મિત્રોની સાથે દુશ્મનોની પણ નજર રહેવાની છે. એટલે તેઓ પોતાની આ રેલીને દમદાર બનાવવામાં કોઇ કચાસ છોડવા માગતા નથી. 
  • માયાવતીની મેરઠમાં મહારેલી
  • રાજ્યસભામાં રાજીનામુ આપ્યા બાદ પ્રથમ રેલી
  • મેરઠમાં 18 સપ્ટેમ્બરે માયાવતીની રેલીRecent Story

Popular Story