પ્રાઇવેટ કંપનીઓને ટક્કર આપવા માટે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના પ્લાનને અપડેટ કર્યા છે અને પ્રીપેડ યૂઝર્સ માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે જેમાં 109 રૂપિયાથી લઇને 821 રૂપિયા સુધીના પ્લાન શામેલ છે. તેમાંથી એક પ્લાન એવો પણ છે જેમાં 120GB ડેટા મળશે. જાણો આ પ્લાન્સ વિશે...
BSNL 109:
સૌથી પહેલા 109 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાન હેઠળ 1536MB ડેટા મળશે અને જેની વેલિડિટી 25 દિવસોની છે. આ પ્લાનમાં ફ્રી પર્સનલાઇઝ્ડ રિંગ ટૉન પણ મળશે જોકે આ પ્લાન માત્ર પૂર્વ ઝોન માટે છે.
BSNL 549:
કંપનીના 549 રૂપિયાના પ્લાનમાં 60 દિવસની વેલિડિટીની સાથે 2GB ડેટા મળશે સાથે જ પ્લાનમાં ફ્રી પર્સનલાઇઝ્ડ રિંગ ટોન પણ મળશે.
BSNL 561:
BSNLએ આ 561 રૂપિયાના પ્લાનની વેલિડિટી 80 દિવસોની છે જેમાં 80 દિવસ સુધી દરરોજ 1GB 3G ડેટા અને ફ્રીમાં પર્સનલાઇઝ્ડ રિંગ ટોન મળશે.
BSNL 821:
BSNL 821ના પ્લાનની જો વાત કરવામાં આવે તો આ પ્લાનની કિંમત 821 રૂપિયા છે આ પ્લાનની વેલિડિટી 120 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1GB ડેટા અને પર્સનલાઇઝ્ડ રિંગ ટોન પણ મળશે.