આ દિવસોમાં પતિ-પત્નીએ એકબીજાથી રહેવું જોઇએ દૂર, નહીં તો ઘરમાં આવશે દુર્ભાગ્ય

By : juhiparikh 12:28 PM, 13 February 2018 | Updated : 12:28 PM, 13 February 2018
બ્રહ્મવૈવર્તપુરાણમાં, કેટલાક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે જે દિવસોએ પતિ-પત્નીએ એકબીજાની નજીક ન આવવું જોઈએ. આ દિવસો કોઈ પણ સ્વરૂપમાં શારિરીક સંબંધો સ્થાપિત કરવા માટે અશુભ છે. અને આમ કરનારને ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

અમાસ:
ગ્રંથો અનુસાર, અમાસના દિવસે પતિ-પત્નીએ એકબીજા સાથે શારિરીક સંબંધ ન બાંધવો જોઇએ, તેનાથી  તેમનું લગ્ન જીવન પ્રભાવિત થાય છે.

પૂનમ:
આ ઉપરાંત, પૂનમના દિવસે પણ વિવાહિત યુગલે એકબીજાથી દૂર રહેવું જોઇએ.

ચતુર્થી-અષ્ટમી:
તિથી પ્રમાણે, ચોથ અને આઠમનાં દિવસે પરિણીત દંપતીએ એકબીજાના દૂર રહેવુ જોઇએ.

વ્રત-ઉપવાસ:
જે દિવસે સ્ત્રી કે પુરુષે ઉપવાસ કર્યો હોય, તે દિવસે પાર્ટનરની સાથે શારિરીક સંબંધ ન બાંધવો જોઇએ.

શ્રાદ્ઘ અથવા પિતૃ પક્ષ:
શ્રાદ્ઘ અથવા પિતૃ પક્ષે પણ, પતિ-પત્નીએ સંબંધ બાંધવા વિશે વિચારવું પણ પાપ ગણાય છે. 

સંક્રાંતિ:
સંક્રમણના સમયે પતિ-પત્નીને નિકટતા માટે સારો નથી ગણવામાં આવતો માટે આ સમય દરમિયાન તેમણે સંયમ રાખવો જોઇએ.

નવરાત્રિ:
નવરાત્રીમાં હિન્દૂ ધર્મના સૌથી પવિત્ર દિવસોમાં ગણવામાં આવે છે, આ દિવસે પુરુષ-સ્ત્રી વચ્ચે શારીરિક સંબંધો સ્થાપિત ન કરવા જોઇએ.Recent Story

Popular Story