બોંમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને મળી ધમકી, કોર્ટના રૂમ નં 51માં છે બોમ્બ

By : KiranMehta 08:36 PM, 13 September 2017 | Updated : 08:36 PM, 13 September 2017
બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ફોન પર ધમકી આપવામાં આવી હતી. જસ્ટિસ મંજુલા ચુલ્લરને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કોલમાં હાઇકોર્ટના રૂમ નંબર 51માં બોંબ હોવાની ધમકી આપી હતી. આ રૂમમાં ચીફ જસ્ટિસના પ્રિંસિપલ સેક્રેટરી અને રજિસ્ટ્રાર બેસે છે. 

ફોન પર ધમકી મળ્યા બાદ ATS કંટ્રોલ રૂમને સૂચના આપવામાં આવી. જેના પછી બોંબ સ્કવોડની ટીમ બોમ્બે હાઇકોર્ટ પહોચી હતી. ATSએ રૂમ ખાલી કરાવીને તલાસી લીધી, પરંતુ ટીમને કઇપણ મળ્યું નથી. 

રેયાન સ્કૂલના માલિકોની આગોતરા જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે. જેના પહેલા ચીફ જસ્ટિસને ધમકી મળતા કોર્ટમાં અફરાતફરી મચી ગઇ હતી. 
  • બોંમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને મળી ધમકી
  • કોર્ટના રૂમ નં 51માં બોંબ હોવાની મળી ધમકી
  • તપાસ બાદ માત્ર અફવાનુ હોવાની ખુલ્યુંRecent Story

Popular Story