પાકિસ્તાનના કવેટા શહેરમાં શનિવારે એક બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં 17 લોકોના મોત થયા છે. અને 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળ્યા હતા. આ વિસ્ફોટ પાક.ના પિશિન વિસ્તારમાં રહેલ બસ સ્ટોપની પાસેના પાર્કિંગમાં થયો હતો.
કડક સુરક્ષા વાળો વિસ્તારમા થયેલ બોંબ વિસ્ફોટમાં નિશાના પર પાકિસ્તાની આર્મીના જવાનો હતા. બોંબ બસ સ્ટોપની નજીક પડેલા એક વાહનમાં રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો તો મોટો થયો હતો કે.. તેની અવાજ દૂર સુધી સંભળાઇ હતી.
મૃતકોના દેહને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને લાશો પૂરી રીતે બળી ગઇ છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો જેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને એનાથી આગ લાગી ગઇ જેનાથી કેટલાક વ્હીકલ અને ઓટો રિક્ષા ક્ષતિગ્રસ્ત થઇ ગયા.
પાકિસ્તાનમાં થયેલ આ બૉમ્બ ધડાકાને કારણે પાક.સરકાર દવારા ખાસ તપાસ સમિતિને આદેશ આપ્યા છે અને આ બનાવની ખાસ તપાસ થાય તેવો પાકિસ્તાન સરકાર દવારા કરવામાં આવી રહ્યો છે.