બોલિવુડના શહંશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની એક્ટિવનેસના લીધે જાણીતા છે. 75 વર્ષની ઉંમરમાં પણ તે ખૂબ જ એક્ટિવ છે. બિગ બીની સૌથી ખાસ વાત એ છે કે નવા ટ્રેન્ડ્સને શીખીને અપનાવી લે છે. આજ કારણ છે કે તેમના ફોલોઅર્સની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે.
વાસ્તવમાં અમિતાભ બચ્ચનના સોશ્યલ મીડિયા પર 80 મિલિયન ફોલોઅર્સ થઇ ચૂક્યા છે.સોશ્યલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અમિતાભના 80 મિલિયન ફોલોઅર્સ છે. આ અંગેની જાણકારી અમિતાભ બચ્ચને પોતે જ સોશ્યલ મીડિયા પર જાણકારી આપી છે અને તે માટે આભાર પણ માન્યો છે. બોલિવુડના સ્ટાર્સમાં સૌથી વધારે ટ્વિટરના ફોલોઅર્સ અમિતાભ બચ્ચનના જ છે. બિગ બીએ ટ્વિટર ફૉલોઅર્સના મામલામાં શાહરૂખ ખાનઆમિર ખાનસલમાન ખાન જેવા સુપરસ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.
જોકે 2017માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી વધારે ફૉલો કરનાર વ્યકિત બન્યા છે. પરંતુ તે પછી અને બોલિવુડની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન સૌથી આગળ છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચનના 31.7 મિલિયન ફૉલોઅર્સ છેફેસબુકની વાત કરવામાં આવે તો અમિતાભના 27 મિલિયન લોકો ફૉલો કરે છેજ્યારે ઇન્સ્ટાગ્રામ પર 6.2 મિલિયન ફૉલોઅર્સ છે.
ફિલ્મોની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ '102 નૉટ આઉટ' છે. આ ફિલ્મમાં અમિતાભ 102 વર્ષના પિતાના કેરેક્ટરમાં જોવા મળશેજ્યારે રિષિ કપૂર અમિતાભના 75 વર્ષના દિકરાના કેરેક્ટરમાં જોવા મળશે.