પાકિસ્તાનના સ્ટાર ઑલરાઉન્ડર શાહિદ અફરીદીએ પહેલી વખત રમાઇ રહેલી T-10 ક્રિકેટ લીગમાંએક ઓવરના ત્રણેય બોલમાં ત્રણ વિકેટ ખેરવી હતી. એક સાથે ત્રણ વિકેટ ખેરવતાં સ્ટેડિયમમાં બેઠેલા લોકોને તો ખુશ કરી દીધા પરંતુ આ મેચમાં આક્રમક ઈનિંગની શરૂઆત પણ કરી દીધી. T-10 લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટના પહેલા દિવસે અફરીદીએ પોતાની ટીમમાં માટે કમાલનું પરફૉર્મન્સ કર્યુ અને આફ્રિદીએ 3 બોલમાં રીલી રોસો ડ્વેન બ્રાવો અને મરાઠા અરેબિયંસના કેપ્ટન તથા ધુરંધર ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગને આઉટ કર્યો હતો.
આ મેચ દરમ્યાન બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન સ્ટેડિયમમાં બેસી મેચ નિહાળી રહી હતી. તેણે પખ્તૂન્સ ટીમની ટી-શર્ટ પહેરી હતી અને મેચનો આનંદ માણી રહીં હતી. પખ્તૂન્સ ટીમના બેટ્સમેન જ્યારે ચોગ્ગો અથવા છગ્ગો ફટકારતા હતા અને વિકેટ ખેરવતાં હતાં ત્યારે તે ક્ષણને આનંદિત બનાવવા ઝરીન ખાન ડાન્સ કરી રહીં હતી.
અહીં જણાવવાનું કે પખ્તૂન્સ ટીમના કેપ્ટન અને મેન ઓફ ધ મેચ રહેલા 37 વર્ષિય આફ્રિદીએ કહ્યું કે તે પોતે જવાન છે. શારજહામાં રમાઈ રહેલી ટી-10 મેચમાં શાહિદ આફ્રિદીની ટીમ પખ્તૂન્સે બંગાળ ટાઈગર્સને હરાવી જીતનો ક્રમ જાળવી રાખવો હતો. આફ્રિદીએ પ્રથમ મેચમાં હેટ્રીક લઈ પોતાની ટીમની ટુર્નામેન્ટની મજબૂત ટીમ જાહેર કરી ચોંકાવી દીધા છે. પખ્તૂન્સ ટીમના કેપ્ટન આફ્રિદીએ આ મેચ 25 રનથી જીતી હતી. ટી-20 થી પણ નાની ટી-10 ક્રિકેટ ટીમમાં આફ્રિદીની ટીમે 4 વિકેટ ગુમાવી 121 રનનો સ્કોર બનાવ્યો હતો જ્યારે સહેવાગની ટીમે 7 વિકેટ પર 96 રન જ બનાવ્યા હતા.