પતિને સજા અપાવવા માટે બોબી ડાર્લિંગે ચાલુ કર્યું સોશિયલ મીડિયા કેમ્પેન

By : krupamehta 12:00 PM, 12 September 2017 | Updated : 12:00 PM, 12 September 2017
મુંબઇ: બોલીવુડ અને ટીવીની દુનિયામાં બોબી ડાર્લિંગના નામ ખૂબ જ જાણીતું છે પરંતુ આજકાલ પોતાની મેરેજ લાઇફના કારણે ખૂબ પરેશાન છે. સેક્સ ચેન્જ કરાવીને બિઝનેસમેન રમણીક શર્મા સાથે લગ્ન કરનારી પાખીએ તાજેતરમાં ઘરેલૂ હિંસાની સાથે ઘણા આરોપ લગાવતા સરકારે એના માટે ફાંસીની માંગણી કરી છે. 

એને લઇને હવે બોબી ડાર્લિંગે સોશિયલ મીડિયા પર એક નવું ફેસબુક પેજ લોન્ચ કર્યું છે. જેનું નામ છે 'જસ્ટિસ ફોર બોબી ડાર્લિંગ'. આવું કરવાનો હેતું છે એનો આ કેસ સરળતાથી ભૂલી શકાય નહીં. 

બોબીએ પોતાના પેજ પર લખ્યું છે, 'હું મારા દરેક મિત્રો, ચાહકો, પરિવારના લોકો, એલજીબીટી કમ્યૂનિટીના લોકો અને મીડિયાને રિક્વેસ્ટ કરું છું કે મારા આ કેમ્પેન 'જસ્ટિસ ફોર બોબી ડાર્લિંગ' માં મારો સાથ આપો અને મારી મદદ કરો.' બોબીએ આગળ લખ્યું કે, 'તમે લોકો મારી હિંમત છો મને આશા છે કે કોર્ટમાં મારી સાથે ન્યાય થશે. 12 સપ્ટેમ્બર 2017 મને અને મારા પતિને સીએડબ્લૂ સેલમાં મીટિંગ માટે બોલાવવામાં આવ્યા છે.'Recent Story

Popular Story