ભાજપ અધ્યક્ષ અમિત શાહ એક દિવસ અમદાવાદની ટુંકી મુલાકાતે

By : HirenJoshi 09:59 AM, 13 October 2017 | Updated : 10:02 AM, 13 October 2017
અમદાવાદઃ અમિત શાહ પણ એક દિવસની મુલાકાતે ગુજરાત આવવાના છે. એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી તેઓ દિલ્લી પરત ફરવાના છે. 15 અને 16મીએ તેઓ પેજ પ્રમુખના સંમેલનમાં હાજરી આપવાના છે. અને તે પછી દિવાળીના સમયે 5 દિવસ પરિવાર સાથે અમદાવાદમાં જ રહેવાના છે. ઉલ્લેખનિય છે કે દિવાળી બાદ પાર્લામેન્ટરી બોર્ડની કોર કમિટિની સહિતની બેઠક મળશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દિગ્ગજ યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત ગૌરવયાત્રામાં હાજરી આપવાના છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણીનો ભગવો માહોલ ખડો કરવા આવી રહ્યા છે. તેઓ બે દિવસ ગુજરાતમાં રહીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં જાહેરસભાઓ ગજવીને ભાજપને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશે.Recent Story

Popular Story