કોંગ્રેસના દિગ્ગજને હરાવનાર ભાજપના ધારાસભ્યને ન મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

By : HirenJoshi 09:22 AM, 26 December 2017 | Updated : 09:22 AM, 26 December 2017
પોરબંદરઃ ભાજપ સરકાર દ્વારા મંત્રીમંડળના નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા દિગ્ગજ નેતા બાબુભાઈ બોખિરિયાને મંત્રીમંડળમા સ્થાન આપવામાં આવ્યુ નથી.

મહત્વનુ છે કે, બાબુભાઈ બોખિરિયા પોરબંદરના ધારાસભ્ય છે અને તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાને હરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રીમંડળમાં તેમને સ્થાન આપવામાં આવ્યુ હતુ. રૂપાણી મંત્રીમંડળમાં તેમને પાણી અને પુરવઠાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમણે નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યુ નથી. Recent Story

Popular Story