14 પાટીદાર ઉમેદવારોને ભાજપે આપી ટીકિટ, ક્યાં કેવી સ્થિતિ

By : KiranMehta 11:26 PM, 17 November 2017 | Updated : 11:26 PM, 17 November 2017
ભાજપ દ્વારા 70 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં કુલ 14 પાટીદાર ઉમેદવારોને ટીકિટ આપવામાં આવી છે. તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મહેસાણાથી ટીકિટ આપવામાં આવી છે. તો જીતુવાઘાણીને ભાવનગર પશ્ચિમમાંથી ટીકિટ અપાઈ છે. 

તો દસક્રોઈમાંથી બાબુભાઈ પટેલને ટીકિટ અપાઈ છે..વઢવાણમાંથી ધનજીભાઈ પટેલને ટીકિટ અપાઈ છે. તો જસદણમાંથી ભરત બોઘરા, જેતપુરમાંથી  જયેશ રાદડિયાને ટીકિટ અપાઈ છે. જામનગર ગ્રામ્યમાંથી  રાઘવજી પટેલ અને જામજોધપુરમાંથી ચિમન સાપરિયાને ટીકિટ અપાઈ છે.

ધારીમાંથી દિલીપ સંઘાણી અને અમરેલીમાંથી બાવકુ ઉંઘાડને ટીકિટ અપાઈ છે. તો સોજીત્રા બેઠક પરથી વિપુલ પટેલ અને પાદરા બેઠક પરથી દિનેશ પટેલને ટીકિટ અપાઈ છે. તો કરજણ બેઠક પરથી સતિષ પટેલ અને વરાછા બેઠક પરથી કુમાર કાનાણીને ટીકિટ અપાઈ છે. 


નીતિન પટેલ   -   મહેસાણા           પડકાર 
જીતુ વાઘાણી   - ભાવનગર પશ્ચિમ      પડકાર 
બાબુભાઈ પટેલ - દસક્રોઈ           પડકાર- વિરોધ થયો હતો 
ધનજી પટેલ      - વઢવાણ 
ભરત બોઘરા    -   જસદણ 
જયેશ રાદડિયા  -   જેતપુર            મજબૂત      
રાઘવજી પટેલ  -   જામનગર ગ્રામ્ય        પડકાર- કોંગ્રેસમાંથી આવેલ  
ચિમન સાપરિયા, -   જામજોધપુર        પડકાર 
દિલીપ સંઘાણી    -    ધારી            મજબૂત  
બાવકુ ઉંઘાડ        -   અમરેલી            મજબૂત  
વિપુલ પટેલ,       -    સોજીત્રા 
દિનેશ પટેલ,        -   પાદરા 
સતિષ પટેલ,        -    કરજણ 
કુમાર કાનાણી,      -     વરાછા                મજબૂત- પાસની સાથે હતો. વિરોધ થયો હતો Recent Story

Popular Story