ભાજપની ગૌરવ યાત્રાનો થરાદમાં વિરોધ, 15 કોંગી કાર્યકર્તાઓની અટકાયત

By : KiranMehta 10:09 PM, 12 October 2017 | Updated : 10:09 PM, 12 October 2017
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાજપની ગૌરવ યાત્રા રાજ્યના જુદા-જુદા શહેરોમાં ફરી રહી છે. ભાજપ દ્વારા દરેક શહેરોમાં ગૌરવ યાત્રાને આવકાર મળી રહ્યો હોવાની મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ આ ગૌરવ યાત્રાનો ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના થરાદમાં પણ ભાજપની ગૌરવ યાત્રાનો કોંગ્રસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

જોકે CM રૂપાણીના આગમન પહેલા જ પોલીસે કોંગ્રેસના 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના વાંસદા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ ગૌરવ યાત્રાનો વિરોધ કરાયો હતો. તો આ તરફ વલસાડના ધરમપુરમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 
  • ભાજપની ગૌરવ યાત્રાનો ઠેર-ઠેર વિરોધ 
  • થરાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરાયો વિરોધ 
  • દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર-ઠેર ગૌરવ યાત્રાનો વિરોધ 
  • વલસાડ જિલ્લામાં પણ કોંગી કાર્યકર્તાઓ દ્વારા વિરોધRecent Story

Popular Story