બિલિમોરા: કોલેજમાં જીએસની ચૂંટણીને લઈને મારામારી

By : KiranMehta 09:12 PM, 12 September 2017 | Updated : 09:12 PM, 12 September 2017

વિદ્યાધામોને પણ રાજકારણ એટલી ખરાબ હદે સ્પર્શી ગયુ છે કે, જે જગ્યાએથી યુવાઓ સમાજના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખતા હોય છે તે જ સ્થળ આજે રાજકીય વેરઝેરના હિસાબ પતાવવાનો અખાડો બની ગયા છે. જી હાં બિલિમોરા શહેરની કોલેજમાં જીએસની ચૂંટણીને લઈને બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં 5 યુવાનો ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા હતા. 

જીએસની સામાન્ય ચૂંટણીમાં ગણદેવી તાલુકા ભાજપ મહામંત્રી અને તેમના ભાઈને કોલેજના બીજા ગ્રૂપ સાથે વાંધો પડતાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કોલેજ ધસી આવી હતી, અને ઘાયલ યુવાનોને શહેરની યશફીન હોસ્પિટલામાં ખસેડવામાં આવ્યા હતા.
  • બિલિમોરાની કોલેજમાં 2 જૂથો વચ્ચે મારામારી
  • કોલેજમાં જીએસની ચૂંટણીને લઈને મારામારી
  • સશસ્ત્ર જૂથ અથડામણમાં ચપ્પુ ઉઠળ્યાં
  • ચપ્પુના ઘા વાગતા 5 યુવાનો ઘાયલ
  • ભાજપ મહામંત્રીના જૂથને અન્ય જૂથ સાથે થઈ અથડામણloading...

Recent Story

Popular Story