બિગ બોસ સીઝન 11 પોતાના શરૂઆતથી જ સતત ચર્ચામાં રહેલો છે આ વખતે પણ એવી જ જુદી-જુદી ઘટનાઓ બનતી રહી છે જેના કારણે દર્શકોએ આ શોને ખુબ મહત્વ આપ્યુ છે. આ વખતની સિઝનમાં અર્શી ખાન સતત ચર્ચામાં રહી છે. જો કે તેની વિવિધ પ્રકારની હરકતોને કારણે તે ભુતકાળમાં સતત જાહેર માધ્યમોમા સતત ચર્ચાનો વિષય બની ચુકી છે ત્યારે થોડા સમય પહેલા તેણે બીગબોસના ઘરમાં તેની સાથે રહેલ એક કન્ટેસ્ટટન્ટના પેન્ટમાં હાથ નાંખવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે બોલીવુડના જાણીતા અભિનેતા સલમાનખાન છેલ્લા કેટલાક વર્ષથી બીગબોસ ટીવી શોનું સંચાલન કરે છે ત્યારે આ સીઝનમાં બીગબોસના ઘરમાં રહેતી અર્શી ખાને તેની સાથે રહેતા અન્ય સ્પર્ધક આકાશ દાદલાણીને નિશાને બનાવ્યો હતો અને તેના પેન્ટમાં હાથ નાખી તેના પ્રાઇવેટ ભાગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા વિશાલે આ મજાક ટાળવાનો પ્રયત્ન કર્યો હતો.