હવે ભરવાડ સામાજે પણ સરકાર સામે બાંયો ચઢાવી

By : KiranMehta 09:36 PM, 14 November 2017 | Updated : 09:36 PM, 14 November 2017
રાજપુત સમાજ બાદ હવે ભરવાડ સમાજે પણ  સરકાર સામે બાંયો ચઢાવી છે જેમાં ભરવાડ સમાજને સરકાર તરફથી થતાં અન્યાય સામે રોષ જોવા મળ્યો હતો આજે ભરવાડ સમાજનનું સંમેલન યોજાયું હતું જેમાં સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને  ગૌચર- શિક્ષણ વિદ્યાર્થીઓની મુશ્કેલી, છાત્રાલયોની અછત તેમજ પશુપાલન મુદ્દે અન્યાય થઇ રહ્યો છે.

જે મામલે સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી અને જો સરકાર ન્યાય નહિ આપે તો રસ્તાં પર ઊતરી આંદોલન કરવાની ઉગ્ર ચિમકી ઉચ્ચારી હતી. 

તો બીજી તરફ સમસ્ત ભરવાડ સમાજના પ્રમુખ તરીકે કરાઈ લાખા ભરવાડની વરણી કરી હતી અને કોંગ્રેસમાંથી વેજલપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના લાખા ભરવાડને ટિકિટ આપવાની  માંગ કરી હતી, અને જો ટીકીટના મળે તો રાજકીય પાર્ટીનો બહિષ્કાર કરવાની અગ્રણી હરિ ભરવાડે આપી ચિમકી આપી હતી. Recent Story

Popular Story