Airtelના આ પ્લાનમાં મળશે દરરોજ 3GB ડેટા-અનલિમિટેડ કૉલિંગ

By : juhiparikh 10:49 AM, 04 December 2017 | Updated : 10:49 AM, 04 December 2017

Airtel સતત જિયોને પાછળ છોડીને ભારતીય ટેલિકૉમ બજારમાં ટૉપમાં રહેવા ઇચ્છે છે. દર મહિના આ પ્રયાસમાં ઓફર અને પ્લાન લઈને કંપની આવી રહી છે. આ વખતે પણ કંપનીએ અનલિમિટેડ કોમ્બો પ્લાનમાં કેટલાક ફેરફાર રપ્યા છે. આ ફેરફાર 349 રૂપિયા અને 549 રૂપિયાના પ્લાનમાં કરાયા છે.

ભારતીય એરટેલની પાસે હાલમાં 199 રૂપિયા, 349 રૂપિયા, 448 રૂપિયા, 549 રૂપિયા અને 799 રૂપિયાના ટેરિફ પ્લાન છે. એક સૂત્રોનુસાર, આ વખતે કંપની 349 રૂપિયા અને 549 રૂપિયાના ડેટા પ્લાનમાં મોટો ફેરફાર કર્યા છે. તેનાથી એરટેલ ટેલિકોમ માર્કેટમાં પકડ મજબૂત થઈ જશે.

Airtelના 349 રૂપિયાના પ્લાનમાં હવે 2GB ડેટા પ્રતિદિવસ મળશે, જ્યારે પહેલા માત્ર 1.5GB ડેટા મળતો હતો. આવી જ રીતે 549 રૂપિયાના પ્લાનમાં ફેરફાર બાદ 3GB ડેટા પ્રતિદિવસ આપવામાં આવશે. જ્યારે પહેલા માત્ર 2.5GB ડેટા પ્રતિદિવસ મળતો હતો. આ બંને પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને એરટેલે 349 રૂપિયાના પ્લાનમાં 1GB ડેટા  વધારીને 1.5GB કર્યો હતો અને 549 રૂપિયાના પ્લાનમાં 2GB ડેટા વધારીને 2.5GB કર્યો હતો. બાદમાં Airtelએ તેમાં અનલિમિટેડ રોમિંગ કોલ પણ જોડી દીધા હતા.

હાલમાં એરટેલની આ નવી ઓફર માત્ર આઠ સર્કલો માટે જ લાવવામાં આવી છે. બાકીના ટેલિકોમ સર્કલોને આ ઓફર વિશેની જાણકારી આપવામાં આવી નથી. તેમાં આંધ્ર પ્રદેશે, તેલંગાણા, મુંબઈ, દિલ્હી અને કોલકાતા પણ શામેલ છે.



loading...

Recent Story

Popular Story