ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે જોરદાર ફાયદો

By : krupamehta 10:58 AM, 11 September 2017 | Updated : 10:58 AM, 11 September 2017
બદલાતી લાઇફસ્ટાઇલના કારણે લોકોને નાની-મોટી પરેશાનીઓ થતી રહે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને એસિડીટી વગેરે સામાન્ય સમસ્યાઓ છે જે લોકોમાં જોવા મળે છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવામાં આવે તો એનાથી સ્વાસ્થ્યયને બમણો ફાયદો મળે છે. ઘાસ પર ચાલવું ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત ઘાસ પર ચાલવાથી શરીર ઘણી બીમારીઓથી દૂર રહે છે. તો આજે જાણો એનાથી મળનારા ફાયદા વિશે. 

ડાયાબિટીસના દર્દીઓને મોટાભાગે પગમાં દુખાવો રહે છે. એવામાં એમનું ઘાસ પર ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તળિયામાં લોહીનું સંચાર સારી રીતે થાય છે જેનાથી પગમાં આરામ મળે છે. આ ઉપરાંત શરીરમાં પણ બ્લડ શગુર લેવલ કંટ્રોલમાં રહે છે જેનાથી ડાયાબિટીસના રોગીઓને ફાયદો મળે છે. 

વધતી ઉંમર સાથે શરીરના હાડકાં નબળા થવા લાગે છે જેનાથી સાંધામાં દુખાવાની સમસ્યા થઇ જાય છે. એવામાં દરરોજ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી ફાયદો થાય છે. એનાથી હાડકામાં કેલ્શિયમ વધે છે. 
 
જે લોકોના પગમાં સોજો અથવા બળતરા જેવી સમસ્યા હોય, એમને પણ ઘાસ પર જરૂરથી ચાલવું જોઇએ. ખુલ્લા પગે ચાલવાથી પગને આરામ મળે છે અને એનાથી જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. 

બદલાતી લાઇફસ્ટાઇલના કારણે લોકોમાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. જેના માટે તેઓ ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ થોડોક સમય ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. Recent Story

Popular Story