બનાસકાંઠા વધુ એક કેનાલમાં પડ્યું ગાબડુ, ખેડૂતોને થયું ભારે નુકસાન

By : KiranMehta 09:50 PM, 17 November 2017 | Updated : 09:50 PM, 17 November 2017
તો આ તરફ બનાસકાંઠામાં વધુ એક વખત કેનાલમાં ગાબડુ પડયુ છે. ત્યારે હવે સુઈગામ નજીક કેનાલમાં ગાબડુ પડયુ છે. આ ગામ પાસે 10 ફુટ જેટલુ ગાબડુ પડયુ છે. 

કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પણી ફરી વળ્યુ છે. ખેતરોમા પાણી ફરી વળતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયો છે.

 
 
  • બનાસકાંઠામાં સરકારની કામગીરીમાં પડ્યાં પોપડા
  • બનાસકાંઠાના સુઇગામ નજીકની કેનાલમાં ગાબડું 
  • સુઇગામ પાસે માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું
  • ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
  • ખેતરોમાં પાણી ફરી વળતા પાકને ભારે નુકશાન

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં આ પહેલા પણ ઘણી વાર નાની નાની કેનાલોમાં ગાબડા પડવાના સમાચાર આવ્યા છે. વારંવાર કેનાલોમાં ગાબડુ પડવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વલે છે અને ઉભા પાકને નુકસાન થતું હોય છે. સરકારે નબળી કેનાલોનો સર્વે કરી તેની માવજત કરવાની માંગ ઉઠી છે. Recent Story

Popular Story