હોટલનો ચૂલો તોડવાની બાબતમા તકરાર, ભાજપના ઉપપ્રમુખ પર તલવાર વડે હુમલો

By : HirenJoshi 12:40 PM, 13 October 2017 | Updated : 12:40 PM, 13 October 2017
અંબાજી: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાજપના ઉપપ્રમુખ પર તલવાર વડે હુમલો કરતા સમગ્ર પંથકમા ભયનો માહોલ સર્જાયો છે. અને સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ અંબાજીમા વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે ખૂબ જ નજીવી બાબત હોટલનો ચૂલો તોડવાની વાતને લઈને આ સમગ્ર ઘટનાને અંજામ આપવામા આવ્યો હતો. જેમા પોપટભાઈ દ્વારા લલિતભાઈ પર હુમલો કરવામા આવ્યો હતો.

આ અગાઉ પણ ઈસમને ફોન પર મારી નાખવાની ધમકી આપવામા આવી હતી. ત્યારે આ ઘટના અંગે લલિતભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામા આવી ત્યારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામા આવી. પરંતુ આરોપી પોતે ઘટનાના બીજા દિવસે પથરીના ઓપરેશન માટે ભરતી થતા ડોકટર સર્ટિફિકેટના લીધે હાલ જમાનત પર છૂટી ગયો છે.Recent Story

Popular Story