કોચીન શિપયાર્ડના ડ્રિપ શિપમાં બ્લાસ્ટથી 4નાં મોત, 13 ઘાયલ

By : krupamehta 01:18 PM, 13 February 2018 | Updated : 01:18 PM, 13 February 2018
કેરલના કોચીન શિપયાર્ડમાં મંગળવાર બપોરે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ઓએનજીસી કન્ટેનરની વોટર ટેંકમાં થયો હતો. આ બ્લાસ્ટમાં 5 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

કેવી રીતે થયો બ્લાસ્ટ?
હજુ સુધી બ્લાસ્ટનું સટીક કારણ જાણવા મળ્યું નથી. જાણવા મળી રહ્યું છે કે અહીંયા એક કન્ટેનરની વોટર ટેંકમાં બ્લાસ્ટ થયો, જેના કારણે આગ લાગી ગઇ. આ બ્લાસ્ટ સાગર ભૂષણ ટેંકમાં થયો છે. 

ઘાયલ થયેલા લોકોને મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે કેન્ટેનરમાં બ્લાસ્ટ થયો છે એ ઓએનજીસીની ડ્રિપ શિપ હતી. અહીંયા એનુ સમારકામ ચાલી રહ્યું હતું. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. 

જણાવી દઇએ કે શિપયાર્ડ કેરલની  શહેર કોચિનમાં સ્થિત છે. આ દેશનું સૌથી મોટું શિપયાર્ડ છે. અહીંયા શિપથી લઇ જવામાં આવતાતેલ ટેન્કર્સ, ભારતીય નૌ સેનાના એરક્રાફ્ટ કેરિયર્સનું નિર્માણ અને સમારકામ કાર્ય હોય છે. Recent Story

Popular Story