સુરતમાં લગાવાયા અહમદ પટેલના CM ઉમેદવાર હોવાના પોસ્ટર્સ

By : juhiparikh 03:47 PM, 07 December 2017 | Updated : 03:47 PM, 07 December 2017

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજનીતિક પાર્ટીઓ વચ્ચે અલગ-અલગ વિવાદો ચાલી રહ્યા છે. સૂરતના ઉધનામાં  કેટલાક પોસ્ટર્સ લગાવવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતે છે તો દિગ્ગજ નેતા અહમદ પટેલ મુખ્યમંત્રી બનશે. પરંતુ અહમદ પટેલે પોતે આ પોસ્ટર્સને લઇને નિવેદન આપતા કહ્યુ કે, ''તેઓ મુખ્યમંત્રી પદ માટે દાવેદાર નથી.''

પોસ્ટર્સના વિવાદ થતા અહમદ પટેલે ટ્વીટ કરીને લખ્યુ કે, ''આ પ્રકારના પોસ્ટર લગાવીને અફવાહ ફેલાવી BJPના હારનો ડર દર્શાવે છે. શું તે ખરેખરમાં આ પ્રકારના ગંદી રીત પર નિર્ભર છે? હું ક્યારેય પણ મુખ્યમંત્રી બનાવીની રેસમાં નથી અને ન તો રહીશ.''


અહમદ પટેલે લખ્યુ કે મુદ્દાની વાત તો એ છે કે BJP છેલ્લા 22 વર્ષથી શાસનમાં કરવામાં આવેલા કામના મુદ્દા પરથી ધ્યાન હટાવવા ઇચ્છે છે. આ માટે ખોટી રીતો અપનાવી રહી છે પરંતુ ગુજરાતની પ્રજાએ આ પોતાનું મન બનાવી લીધું છે.

 
Recent Story

Popular Story