અરવલ્લીના રાજપુત સમાજ દ્વારા 'પદ્માવત' ફિલ્મના વિરોધને લઇને હાઇવે કરાયો ચક્કાજામ

By : krupamehta 05:04 PM, 12 January 2018 | Updated : 05:04 PM, 12 January 2018

અરવલ્લીના રાજપુત સમાજના યુવાનોએ ફિલ્મ પદ્માવતીના વિરોધમાં ઉદેપુર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. 

મળતી માહિતી અનુસાર મોડાસાના વાંટડા ગામ પાસે રાજપુત યુવાનોએ પદ્માવતી ફિલ્મના વિરોધમાં હાઈવે પર ટાયરો સળગાવી ફિલ્મનો વિરોધ સકર્યો હતો. આ સાથે જ ફિલ્મનો વિરોધ કરી રહેલા જે યુવાનોની અટકાયત કરવામાં આવી છે તેમને છોડી મુકવા માટે પણ માંગ કરી છે.

નોંધનીય છે કે ફિલ્મ 'પદ્માવત' આવી ત્યારથી વિવાદમાં છે. એક બાદ એક રાજ્યોમાં એને લઇને વિવાદ વધતો ગયો છે. 25 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ હવે રાજસ્થાન બાદ ગુજરાત રાજ્યમાં આ ફિલ્મ રિલીઝ થશે નહીં. loading...

Recent Story

Popular Story