22 વર્ષ નાની ગર્લફ્રેન્ડને લઇને આ નિવેદન આપ્યું બોલિવુડના ડિરેક્ટરે

By : juhiparikh 06:11 PM, 13 February 2018 | Updated : 06:11 PM, 13 February 2018
લાંબા સમય પછી બોલિવુડના ડિરેક્ટર-પ્રોડ્યુસર-એક્ટર અનુરાગ કશ્યપે પોતાના રિલેશનશિપ અંગે જાહેરમાં કોઇ નિવેદન આપ્યું છે. તેમણે ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન સાથે સંબંધિત વાતો શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપે પોતાની બીજી પત્ની કલ્કી કોચલીન સાથે 2015માં છૂટાછેડા લઇ લીધાં હતાં. તે પછી તેના અને શભ્રા શેટ્ટીના રિલેશનશીપની અફવા ફેલાઇ હતી. શુભ્રા અનુરાગ કશ્યપ કરતાં ઉમરમાં ઘણી નાની છે. અનુરાગે જણાવ્યું કે, ''તે શુભ્રા સાથે રિલેશનશિપમાં છે. '

અનુરાગે વધુમાં જણાવ્યું કે, ''તે બ્રેકઅપ અને દુખડા રોવાના બદલે રિલેશનશિપમાં રહેવાનું વધારે પસંદ કરે છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં એવા ઘણાં ગીતો છે જે નફરત અને આત્મઘૃણાના ભાવોની આપણને વાકેફ કરાવે છે. પરંતુ તેમને આ સમય વેડફવા સમાન લાગે છે.''

શુભ્રા તેનાથી ઉંમરમાં ઘણી નાની છે. અનુરાગ 45 વર્ષનો છે જ્યારે શુભ્રા 23 વર્ષની છે. આ અંગે તેણે જણાવ્યું કે, ''ઉંમર ફક્ત એક આંક છે. તેમને પ્રેમભાવ ખૂબ જ પસંદ છે અને તેઓ 90ની ઉંમરમાં પણ આવી જ રીતે પ્રેમ કરતા રહેશે.''

આ ઉપરાંત તેમણે પોતાની પૂર્વપત્ની કલ્કિ કોચલીન અંગે જણાવ્યું કે, ''અલગ થયાં બાદ પણ તેમની વચ્ચે સારી મિત્રતા છે. તેઓ એકબીજાના સંપર્કમાં રહે છે.'' ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તેઓ એક ઇન્ટરવ્યુમાં સાથે જોવા મળ્યાં હતાં અને તેમણે પોતાના અંગત જીવન અંગે ખુલીને વાત કરી હતી.Recent Story

Popular Story