વટવામાં એમોનીયા ગેસનો પ્લાન્ટ ફાટ્યો, સ્થાનિકોમાં ગભરાટનો માહોલ

By : HirenJoshi 01:13 PM, 13 February 2018 | Updated : 01:13 PM, 13 February 2018

અમદાવાદઃ શહેરના વટવા GIDC ફેસ ૧માં આવેલ એસોસિએટ્સ ડાયનાસ્ટફ કંપનીમાં એમોનીયા ભરેલ પ્લાન્ટની પાઈપ ફાટી હતી. પ્લાન્ટમાં પ્રેસર વધી જતા ફાટી હતી. પાઈપ ફતવાના કારણે એક કર્મચારીને એમોનીયા ગેસના કારણે ઈજા થઇ હતી.

એમોનીયા ગેસ સમગ્ર વિસ્તાર ૨ કિલોમીટરના અંતરમાં ફેલાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોને આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

ફાયર બ્રીગેતની ૪ ફાયર ફાઈટર અને ૧ મીની ફાયર ટેંક દ્વારા પાણીનો છંટકાવ કરીને એમોનીયા ગેસને દુર કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેટ નો કાફલો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે સમય સર પોહચી જતા સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ હતી.loading...

Recent Story

Popular Story