લ્યો બોલો! રિસાઇ ગયેલા અમિતાભ બચ્ચનને મનાવવા ભારત પહોંચી Twitterની ટીમ

By : juhiparikh 03:50 PM, 21 February 2018 | Updated : 03:50 PM, 21 February 2018
સોશ્યલ પ્લેટફોર્મ પર બીજા સ્ટાર્સની સરખામણીએ સૌથી વધારે એક્ટિવ રહેનારા બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક એવું ટ્વીટ કર્યુ કે, જેના લીધે ટ્વિટર ટીમને ભારત આવવું પડ્યું હતું. નોંધનીય છે કે અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને સોશિયલ પ્લેટફોર્મ પર પોતાની નારાજગી જાહેર કરી હતી.

ગત દિવસોમાં અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને સોશ્યલ પ્લેટફોર્મ ટ્વિટરને લઇને પોતાની નારાજગી વ્યકત કરી હતી. મામલો એ હતો કે ટ્વિટર પર મહાનાયકના ફેન્સની સંખ્યા ધટતા તેમણે ટ્વિટર છોડી દેવાની ધમકી આપી હતી.  જ્યારે અમિતાભે જોયું કે તેમના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા અચાનક 3.3 કરોડથી ઘટીને 3.29 કરોડ થઇ છે ત્યારે તેમણે ટ્વિટ કરીને નારાજગી દર્શાવી હતી.હવે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું હતું કે ટ્વિટર ટીમે આ મામલે તેમની મુલાકાત લીધી હતી. બિગ બીએ ટ્વિટ કર્યું હતું કે,’સમુંદર પારથી ટ્વિટરની ટીમે આવીને મારી મુલાકાત કરી હતી અને જણાવ્યું કે ટ્વિટર કઈ રીતે કામ કરે છે. આભાર’

નોંધનીય છે કે ટ્વિટર પર બિગ બીના ફેન્સની સંખ્યા ઓછી થવાનું કારણ ફેક એકાઉન્ટ્સ રીમૂવ કરવાની પ્રોસેસ હતી. પોતાના ફેન્સ સાથે ટ્વિટર અને બ્લોગથી અમિતાભ બચ્ચન હંમેશા જોડાયેલા રહે છે.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનનો બાયોડેટા પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ટ્વિટર પર અમિતાભે પોતાનો બાયોડેટા પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દીપિકા માટે શાહિદ કપૂર અને આમિર ખાન નાના લાગશે. મારી હાઈટ સાથે કોઇ જ સમસ્યા નહીં આવે. અમિતાભનો આ અંદાજ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. 

અમિતાભ ‘102 નોટઆઉટ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી અપકમિંગ ફિલ્મમાં જોવા મળશે.Recent Story

Popular Story