B'day Special: જાણો સદીના મહાનાયક અમિતાભ બચ્ચનથી જોડાયેલી કેટલીક વાતો

By : krupamehta 03:23 PM, 11 October 2017 | Updated : 03:23 PM, 11 October 2017

સદીના સૌથી મોટા મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે, બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એમને શહંશાહ તો કેટલાક બિગ બીના નામથી ઓળખવામાં આવે છે. અમિતાભથી જોડાયેલી કેટલીક વાતો છે. જે કદાચ જ લોકોને ખબર હશે. એટલે આજે અમે એમનાથી જોડાયેવી કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેવા જઇ રહ્યા છીએ. 

- અમિતાભનું પહેલું નામ ઇંકલાબ હતું. બાદમાં તેમના પિતા હરિવંશ રાય બચ્ચનને એમનું નામ બદલીને અમિતાભ કરી દીધું. 

- એમને આર્ટ્સમાં ડબલ માસ્ટર ડિગ્રી મેળવી છે. 

- એ ભારતીય વાયુસેનામાં સામેલ થવાનું સામેલ થવાનું સપનું જોતા હતા, પરંતુ એમનું આ સપનું પૂરું ના થયું. 

- અમિતાભે પહેલી જોબ દારૂ બનાવનારી એક કંપની શો વોલેસમાં કરી. 

- સ્ટ્રગલના દિવસોમાં એમને કેટલીક રાતો મુંબઇના મરીન ડ્રાઇવની પાસે એક બેંચ પર પસાર કરવી પડી. 

- એમણે ફિલ્મોમાં કામ પહેલું કામ સત્યજીત રે કીની એક ફિલ્મ 'ભુવન શોમ' માં વોઇસ નેરેટરના રૂપમાં મળી. 

- 'સાત હિંદુસ્તાની' ફિલ્મથી એમણે પોતાનું ડેબ્યૂ કર્યું, જે એમની એક માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. 

- સતત 12 ફ્લોપ ફિલ્મો બાદ એમણે પહેલી હિટ ફિલ્મ મળી. 1975માં રિલીઝ થઇ એમની ફિલ્મ 'શોલે' દેશની સૌથી મોટી હિટ બની ગઇ. 

- એ બોલીવુડમાં સૌથી વધારે ડબલ રોલ નિભાવનાર અભિનેતા છે. 

- એમને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્તારોથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. 

- અમિતાભ ડાબા અને જમણા હાથથી એક સરખું કામ કરે છે. 

- અમિતાભને પેન એકત્રિત કરવાનો શોખ છે. એમની પાસે આશરે 1000 થી વધારે કલમ છે. 



loading...

Recent Story

Popular Story




loading...
loading...