જય શાહ પર લાગેલા આરોપ પર અમિત શાહે કરી ખુલીને વાત, જાણો શું આપ્યું નિવેદન...

By : HirenJoshi 12:29 PM, 13 October 2017 | Updated : 12:29 PM, 13 October 2017
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે અમદાવાદની ટૂંકી મુલાકાતે છે ત્યારે તેમણે તેમના પુત્ર જય શાહ પર લાગેલા આરોપ પર નિવેદન આપ્યું હતું. જય શાહ પર લગાવવામાં આવેલા આરોપ બાદ પ્રથમ વાર ભાજપ અધ્યક્ષ અમિત શાહને ખુલીને વાત કરી છે.

જય શાહ પર લાગેલા આરોપો મામલે અમિત શાહે નિવેદન આપતા કહ્યું કે, જય શાહ પર ભ્રષ્ટાચારનો આરોપ નથી. અને આ આરોપો લાગ્યા બાદ જય શાહે પોતે જ તપાસની માગ કરી હતી. અને જય શાહની કંપનીને સરકાર સાથે કોઇ લેવા દેવા નથી. અને જો કોંગ્રેસ આરોપ લગાવતી હોય તો કોર્ટમાં જય શાહ વિરૂદ્ધ પુરાવા રજૂ કરે તેમ તેમણે જણાવ્યું હતું. Recent Story

Popular Story